આવશે જરૂર
આવશે જરૂર
એકદા રામનું રૂપ ધરીને હરિ આવશે જરૂર,
ધનુષબાણ કર ગ્રહીને હરિ આવશે જરૂર,
પ્રતિક્ષા કોઈનીય ક્યારેય એળે જતી નથી,
નયને નેહ ભરીભરીને હરિ આવશે જરૂર,
હશે એને અભિલાષા નિજજને મળવાની,
શ્રદ્ધા અંતરે ફરીફરીને હરિ આવશે જરૂર,
એ તો રહ્યા મર્યાદા પુરૂષોતમ પરમ પિતા,
વત્સલતા યાદ કરીકરીને હરિ આવશે જરૂર,
ના ભૂલે કદી ભગવંત નિજ ભક્તને વળી,
ઉર આરઝૂ રહી કહીકહીને હરિ આવશે જરૂર,
છે રઘુનંદન અંતર વાંચનારા શબ્દો બિચારા !
શોધતા ઘર એ અહીંતહીંને હરિ આવશે જરૂર.
