આવોને
આવોને


આવો સાથે મળી જઈએ
વાતો દિલ ખોલી કરીએ,
અરીસામાં જોઈએ મનના
ચાલો શોધ કરીએ પોતાનામાં.
મુંઝાવું એકલા રહીને,
મુરઝાવું દૂર દૂર જ ઈને,
ખોટું શું અક્કડ છોડવામાં,
ચાલો શોધ કરીએ પોતાનામાં.
ભૂલ કોઈ જો છે બતાવે,
જીદ ઠાલી ના પંપાળીએ,
દ્વાર ખોલીએ પ્રગતિપથના,
ચાલો શોધ કરીએ પોતાનામાં.
સુખ બમણું જ લાગે
વ્હેંચુ અન્યની જો સાથે,
ખુશી વેરવી હોં ખુલ્લા ચોકમાં
ચાલો શોધ કરીએ પોતાનામાં.