આવો રે માડી
આવો રે માડી
આવો રે માડી આવો
તમે દર્શન દેવા આવો
તમે દર્શન દેવા આવો
તમે ગરબે રમવા આવો,
તમે કુમકુમ પગલે આવો
ભકિતની જ્યોત રે જગાવો
ભકિતની જ્યોત રે જગાવો
માં તમે ગરબે રમવા આવો,
માં ની આરતી ઉતારો રે
દીવડા પ્રગટાવો રે
તમે આંગણિયે પધારો રે
માં તમે ગરબે રમવા આવો,
માડી આંગણે પધારો રે
ભક્તોના દુઃખડા ભગાવો રે
અમારી વિનંતી સ્વીકારો રે
માં તમે ગરબે રમવા આવો.