આવકાર
આવકાર
મળ્યો મને તારો મીઠો આવકાર
એથી વિશેષ શું જોઈએ સહકાર
જિંદગી બની મારી હળવી ફુલ
ખીલ્યાં પ્રેમના જીવનમાં મીઠા ગુલ
હતી જ્યાં ખુશીની પળો અનેરી
એ થકી જિંદગી મહેંકી અમારી
કેટકેટલા સ્વપ્નથી શણગારી જિંદગી
ઈશ્વરને મેં કરેલી ખુશીની રોજ બંદગી
મળ્યો સ્નેહ તણો મીઠો મને દરિયો
એ સ્નેહના ઝરણામાં તુજ સંગ ડૂબ્યો
