આવી ગયો રવિવાર
આવી ગયો રવિવાર
કયો દિવસ ને કયો વાર ?
સવાર પડે ને હૈયે ઉકળાટ
હાશ, આવી ગયો રવિવાર !
કેવી સુંદર રવિવારની સવાર !
ના કોઈ ઝંઝટ ના કોઈ જલ્દી
ઉઠવાનું નિરાંતે સવાર!
હાશ, આવી ગયો રવિવાર !
ગરમાગરમ ચા ને નાસ્તાની ભરમાર
ખાશું આજે સમોસા ને ખસ્તા કચોરી ખાસ
હાશ..આવી ગયો રવિવાર !
