આવી દીપાવલી
આવી દીપાવલી
સામ્રાજ્ય રોશનીનું લાવી આવી દીપાવલી,
અમાવસ્યા દીધી ભૂલાવી આવી દીપાવલી.
દીપ દીપથી કરી દોસ્તી, ફટાકડાની મસ્તી,
ફૂટતાં દેતી આભ ગજાવી આવી દીપાવલી.
ઘરઘર શેરી નાકે આંગણ અધિક ભાસતું,
સાથિયા રંગોળીને સજાવી આવી દીપાવલી.
વરસનું વિદાયગીત ગાતી તોયે એ હરખાતી,
નૂતનવર્ષને રહી એ બોલાવી આવી દીપાવલી.
નિરાશાને દીધી દફનાવી, સંકલ્પોને પ્રગટાવી;
'સાલ મુબારક'માં ગઈ ફાવી આવી દીપાવલી.
