આવી ધૂળેટી
આવી ધૂળેટી
ધૂળેટી આવી લઈ લો હાથમાં રંગોની કોથળી,
સફેદ કપડાં થયા કાબરચીતરા આવી ધૂળેટી.
નાની બહેન ઉડાડે ગુલાલ આવી ધૂળેટી,
ભાઈનું મોઢું જોવા જેવું થાય આવી ધૂળેટી.
કાકા એ ભરી ડોલ બ્લ્યુ ગળીથી આવી ધૂળેટી,
કાકી ભૂરા ભૂરા થઈ જાય આવી ધૂળેટી.
ભાભી પાસે છે લાલ ને લીલી પિચકારી આવી ધૂળેટી,
ભાઈ મારા લાલ રંગમાં રંગાઈ જાય આવી ધૂળેટી.
પ્રિયતમ લઈને આવે ગુલાબી રંગની કોથળી આવી ધૂળેટી,
પ્રિયતમા કેવી થઈ જાય ગુલાબી ગુલાબી આવી ધૂળેટી.
