આવી આવી રે માઁની નવલી નવરાત્રી
આવી આવી રે માઁની નવલી નવરાત્રી
સખી, આંગણિયા સજાવો રે
આસોપાલવના તોરણીયા બંધાવો રે
આવી આવી રે માઁની નવલી નવરાત્રી,
સખી કુમકુમના સાથિયા પૂરાવો રે
તેમાં હૈયાના હેતે રંગોળી પૂરાવો રે
આવી આવી રે માઁની નવલી નવરાત્રી,
સખી આરતીના થાળ મંગાવો રે
તેમાં ઘીના દીવડા પ્રગટાવો રે
આવી આવી રે માઁની નવલી નવરાત્રી,
સખી બત્રીસ જાતનાં પકવાન બનાવો રે
માઁ ના કાજે આજે નૈવેદ્ય ધરાવો રે
આવી આવી રે માઁની નવલી નવરાત્રી,
સખી આલાલીલા વાંસના મંડપ બંધાવો રે
એને ફૂલોના તોરણથી સજાવો રે
આવી આવી રે માઁની નવલી નવરાત્રી.
