આવ લટાર મારીએ
આવ લટાર મારીએ
આવ લટાર મારવા નીકળીએ,
ચાલ થોડું ફરવા નીકળીએ.
આપણે બે એકસંગ નીકળીએ,
આ માહોલની બહાર નીકળીએ.
ખુલ્લી હવામાં લટારે નીકળીએ,
અંધકારમાંથી ઉજાસે નીકળીએ.
સરગમ સૂર માણવા નીકળીએ,
ભાવના સભર હૈયે નીકળીએ.
આમ જિંદગી જીવવા નિકળીએ,
ચલો લટાર મારવા નીકળીએ.
એકમેકના સથવારે નીકળીએ,
મેઘાની મહેર માણવા નીકળીએ.
આ વેકેશનમાં ફરવા નીકળીએ,
કુદરતી સૌંદર્યને માણવા નીકળીએ.
