STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

3  

Dilip Ghaswala

Inspirational

આસુરી કોરોના

આસુરી કોરોના

1 min
157

દુનિયા આખી થઈ ગઈ તબાહ, ભય મચાવે કોરોના..

ચીનથી સંક્રમિત છે આ અસુરી કોરોના..


મોદીજીના સપ્તપદીના થઈ ગયા અમે દીવાના..

ચોક્ક્સ અમે હરાવવાના આ કોરોના..


કર્યા કમાડ અમે બંધ, અતિથિ નથી કો આવવાના..

લોક ડાઉનના દિવસો અમે નથી ગણવાના..


જાત સાથે સંબંધ હવે બાંધવાના..

યોગ પ્રાણાયામ કરી અંતરથી જાગવાના..


વર્ષો પછી આખા પરિવારને

ચોવીસ કલાક મળવાના,

સુખ દુઃખની વાતોના મેળા હવે માણવાના..


તન મન ધનથી દેશની સેવા હવે કરવાના..

કોઈ ભૂખ્યો ના સૂએ એ પણ અમે જોવાના..


મંદિર મસ્જિદ ચર્ચ હો ભલે બંધ..

ઘરના મનમંદિરમાં સજદા પૂજા કરવાના..


દેવ ફોટા કાચને ભલેને ના સાફ થાય,

વડીલોના ચશ્માના કાચને જરૂર અમે લૂછવાંના..


કોરોનાના આ અસુરને હણીને અમે રહેવાના...

મોદીજીના ભારતને બસ અમે તો જીતાડવાના...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational