આસ્થાનું સરનામું
આસ્થાનું સરનામું
ઈશ્વર મંદિરમાં વસતી એક મુરત નથી,
આસ્થાનું સરનામું છે ઈશ્વર,
ખાલી પત્થરમાં કંડારેલું રૂપ નથી,
શ્રદ્ધાનું એક પ્રતીક છે ઈશ્વર,
એના અસ્તિત્વને માનો કે ના માનો,
નરસૈયાનું જીવન છે ઇશ્વર,
એટલેજ ભજનમાં ગવાતી કોઈ કડી નથી,
જીવનનું સરવૈયું છે ઇશ્વર.
