આશાનું કિરણ
આશાનું કિરણ
ઝંઝાવત ભરેલ હો ભલે,
કે પહાડ સમ મુસીબત મલે,
જીવનમાં આવું બનતું રહે,
નિરાશા ન કદિ મનમાં વસે,
જ્યોતિ આશા તણી જો જલે,
હજાર વિપદા એથી ટલે,
અસંભવ પણ સંભવ જ બને,
કોઈ હરાવી શકે ન તને.
રાત ગાઢ અંધારી હશે,
સવાર પડતાં એ ભાગશે,
આશાના એક જ કિરણથી,
જીવન જીવાશે મોજથી.
