Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Inspirational Others

4  

Meena Mangarolia

Inspirational Others

આશાભરી

આશાભરી

1 min
347


વહેલી સવારે તન મનનું પોટલું લઈ ચાલી,

ઘેર ઘરડાં માબાપ ઉર નાના બાળકોને મૂકીને.


પેટનો ઊંડો ખાડો પુરવાં પોટલું લઈ ચાલી,

સાઈકલનાં સથવારે નાના બાળકોને મૂકીને.


બે ટંકનો રોટલો રળવાં, પોટલું લઈ ચાલી,

આજ કુદરતને ખોળે નાના બાળકોને મૂકીને.


મારા અરમાનોને જગાવવાં, પોટલું લઈ ચાલી,

સમજું છું હું મારું મન નાના બાળકોને મૂકીને.


કોઈ મારા દિલને જાણે તો સારું પોટલું લઈ 

ચાલી, દિલની વ્યથા કહું તો નાના બાળકોને મૂકીને.


દિલનાં ઊંડાણને સમજે તો પોટલું લઈ ચાલી, 

સ્પર્શ મહેસૂસ કરો તો નાના બાળકોને મૂકીને.


લાગણીઓનાં અહેસાસને જાણો તો પોટલું લઈ ચાલી,

મારી પ્રાર્થનાને સમજો તો બાળકોને મૂકીને.


એક અંતિમ ઈચ્છા આશાનું પોટલું લઈ ચાલી,

સાંજ પડે ઘેર આવું આશાભરી તો બાળકોનું જોઉં મુખ.


Rate this content
Log in