STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

આશ

આશ

1 min
26.6K


સૂકા કિનારાને ભીનાશની આશ

મન મીનારાને આકાશની આશ


હવે મૃગજળ મળે તોય શું થયું

આ ખારા રણને મીઠાશની આશ


આ ખાલીપો ને આ એનો ભાર

ભીતર મુજને હળવાશની આશ


એક ભેંકાર અંધકાર મારી ભીતર

એને યુગોથી પ્રેમ પ્રકાશની આશ


ભર વસંતે આગમન પાનખરનું

અંતરની કલીને કુમાશની આશ


કઠણાઈ કર્મની નહિ તો બીજું શું

હવે ક્યાં છે કોઈ નરમાશની આશ


"પરમ" જીવન વીતી રહ્યું યાદો સંગ

ને "પાગલ" યાદને તલાશની આશ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational