આરંભ જિંદગીનો
આરંભ જિંદગીનો


બચપનની યાદોની મને ઝાંખી થાય,
ધૂંધળું સૌ માનસપટલ પર છવાય,
બાલમંદિરનો એ મારો પહેલો દિન,
માતાથી છૂટા પડવાનો મોટો ખેદ
બહું રડી'તી હું ધ્રુસકે ધ્રુસકે ત્યારે ,
બસ શરૂઆત થઈ'તી જિંદગીની.
પોતીકાં સહેજે અળગાં જ થાય,
એ સંબંધોની નવી શરૂઆત થાય,
બની ઘણી સખીઓ ત્યાં મારી,
સ્નેહને તાંતણે વિકસતાં સદાય,
બસ મજાની હતી પણ જિંદગી,
બસ શરૂઆત થઈ'તી જિંદગીની.
આજેય એ શાળામાં જવાનું થાય,
વર્ષોની યાદો ફરી તાજી જ થાય,
ખાતાં એ નાસ્તા સાદાં રોજેરોજ,
છતાંય સાથે ખાવામાં મોજેમોજ,
એકડીને બારાક્ષરી ને ઘુંટીને જ,
બસ શરૂઆત થઈ'તી જિંદગીની.