આપણો સંબંધ
આપણો સંબંધ
તને સંબોધન શું કરું ??
આપણો સંબંધ,
તો નામ વગરનો છે..
ફૂલ અને સુગંધનો નહીં,
પણ..પુષ્પ અને પવનનો છે..
સ્વર અને કર્ણનો નહીં,
પણ..હ્રદયે કરેલા કવનનો છે..
ભક્ત અને ભગવાનનો નહીં,
પણ..નાસ્તિકે કરેલા નમનનો છે..
માણસથી માણસનો નહીં,
પણ..દિલથી દિલના વચનનો છે.