આપણો પરિવાર
આપણો પરિવાર
આપણો પરિવાર આતો આપણો પરિવાર
સભ્યો ને સાચવી રાખતો આતો આપણો પરિવાર,
પરિવારનો મોંભો છે મારા પિતાજી
સૌને સમાન રાખતો આતો આપણો પરિવાર,
મનની મૂર્તિ છે મારી માતા
સંબંધથી બાંધતો આતો આપણો પરિવાર,
વડીલની વાચા છે મારા દાદાજી
જીવનને જીવંત રાખતો આતો આપણો પરિવાર,
શિખામણની સાધના છે મારી દાદી
જીવનને ઘડનાર છે મારો પરિવાર,
પરિવાર મારા જીવનનો પાયો છે
મારો પરિવાર મારું ગૌરવ.

