Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VARSHA PRAJAPATI

Inspirational

4.7  

VARSHA PRAJAPATI

Inspirational

આપણો આધાર છે

આપણો આધાર છે

1 min
245


આપ્યું ઘણું છે મા તમે, ક્યાં કોઈને દરકાર છે ?

સોંપ્યો ખજાનો હાથમાં, ક્યાં આંખમાં આભાર છે ?


જંગલ ઘણાં કાપ્યા અને બાંધી સડક ડામર તણી,

ઊંચે ઊડ્યા આકાશમાં સપનાં થયાં સાકાર છે,


ફૂલો તણી મોસમ અને ઝાકળ સમું જીવન બન્યું,

પૃથ્વી તણા આ રાજમાં કેવો અજબ દરબાર છે,


સુખ શોધવા દોડયો ઘણો, પાછળ વળી જોયું નહીં,

ખોદી કબર સંસારની, માનવ થયો લાચાર છે,


વાયુ થયો દૂષિત છતાં આંખો બધાની બંધ છે,

રક્ષણ કરો એ ખોખલા દાવા બધા બેકાર છે,


તારા ખજાનામાં અમે ચેડા કર્યા છે એટલે,

આ પ્રકૃતિના આંગણે ચાલ્યો અધમ વેપાર છે,


ખપ જેટલું સૌ વાપરો, મા આપશે સૌ બાળને

લૂંટશો ના એની લાજને, એ ઈશનો અવતાર છે,


આવો બધા સાથે મળી લઈએ શપથ માનવ બની,

રક્ષા કરીશું માતની એ આપણો આધાર છે,


તો આગને બદલે વરસશે વ્હાલની 'હેલી' પછી,

પૃથ્વી તણા આ બાળનો જાણે થયો ઉદ્ધાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational