આપણી સૌની દિલની સગાઈ
આપણી સૌની દિલની સગાઈ
આપણી સૌની છે દિલની સગાઈ,
આપણે સૌ એક જ ઈશ્વરના સંતાનો,
આપણી છે લોહીની સગાઈ,
એક જ રંગનું લોહી વહેતું આપણા સૌ માં,
એક જ હવામાંથી શ્વાસ લઈએ આપણે સૌ,
શરીરનાં અંગો બધાનાં સરખા,
આપણે સૌ એક જ ઈશ્વરનાં સંતાન,
ઈશ્વરનાં બગીચાનાં આપણે સૌ ફૂલો,
કોઈ ગુલાબ તો કોઈ મોગરો છે,
કોઈ કરેણ તો કોઈ ચાંપો છે,
ચાલો સાથે મળી મહેકાવી દઈએ આ બાગ ને,
બાગબાન થઈ જાય રાજી,
એનો ઉતરે રહેમત જાજી,
એક જ આકાશનાં તારલા આપણે સૌ,
કોઈ શુક્ર નો તેજસ્વી તારો,
તો કોઈ સામાન્ય તારો,
ચાલો આપણી આવડત પ્રમાણે ચમકાવી દઈએ આકાશને,
થશે જીવનમાં દૂર અંધકાર ને પ્રકાશ મળી જશે,
આપણે સૌ એક જ દરિયાનાં મહામૂલા મોતી,
ચાલો મળી સૌ દરિયાની શાન વધારીએ,
કોઈ કોડિયું તો કોઈ મટકું છે તો,
કોઈ કુંજો,
ચાલો આપણી આવડત પ્રમાણે સૌને ઉપયોગી થઈએ,
આપણો સૌનો સર્જનહાર પણ થઈ જાય રાજી,
તો એની દુઆઓ મળી જાય જાજી,
