આપણી જ ધરતી
આપણી જ ધરતી


હા બાળ સૌ ધરાના કાંઈ એકલા નથી,
છે આપણી જ ધરતી કોઈ લૂંટતા નથી,
નાદાનીમાં જો કોઈ એનું ચીરહરણ કરે,
કોઈ કૃષ્ણ આવી ચીર હવે પૂરતા નથી.
ફેલાવ્યું પ્રદૂષણ એવું કોઈ માનતા નથી,
ક્રોધે થયો છે સૂર્ય એ સ્વીકારતા નથી,
વેરાન બન્યું ઈન્દ્રપ્રસ્થ જુઓ જેમના લીધે,
એ દૂર્યોધન આ વાતને ગણકારતા નથી.
પ્રકૃતિની મર્યાદા કોઈ પાળતા નથી,
બેફામ દોડવાનું કોઈ ચુકતા નથી,
મા સુરક્ષિત હોય ના તો પ્રાણ નહીં ત્યજું,
એવી પ્રતિજ્ઞા ભીષ્મ કોઈ રાખતા નથી.
જે આવ્યા એ જવાના કોઈ ભૂલતા નથી,
છો રંક કે રાજા એવું કોઈ જાણતા નથી,
નારાજ થઈ જો સૃષ્ટિ તો તમે યાદ રાખજો,
અસ્તિત્વ ટકાવવાના કોઈ નુસખા નથી.