STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

આપણા દેશમા

આપણા દેશમા

1 min
17.8K


માને છે કયાં કોઈ હવે કાનૂન મારા દેશમાં,

કરી શકે છે કોઈ પણ ખૂન મારા દેશમાં.


જીંદગીની ફિલોસોફી લઈને ફરે છે મારા દેશમાં,

આજે દરેક જણ છે અફલાતૂન મારા દેશમાં.


આજે કયાં સુરક્ષિત છે નારી ? મારા દેશમાં,

નથી ડર હવે કોઈને કાયદાનો મારા દેશમાં.


ખુલ્લંખુલ્લા ભ્રષ્ટાચાર થાય છે મારા દેશમાં,

લાંચ રુશ્વત વિના કોઈ કામ ક્યાં થાય છે મારા દેશમાં.


અમીર વધારે અમીર બની ગયા મારા દેશમાં,

મધ્યમવગૅ તો પિસાય છે મારા દેશમાં.


"ભાવના" કયાં છે આનુ નિરાકરણ મારા દેશમાં,

કોઈ બચાવી લો આવીને મારા દેશમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational