આફત પણ બની જશે અવસર
આફત પણ બની જશે અવસર
આફત જો આવે જીવનમાં,
તોયે ભય વિનાની સફર રાખજે,
દુઃખી ના થતો હૈયે સબર રાખજે,
મંઝિલ માટે દિશાની ખબર રાખજે,
તારા પ્રયાસોમાં તું એવી અસર રાખજે,
પ્રયત્નોની તલવાર ધારદાર રાખજે,
કોયડાને ઉકેલવા ઉત્સાહ જોરદાર રાખજે,
બની જશે આ આફત પણ અવસર !
હૈયે આત્મવિશ્વાસ અપાર રાખજે.
