આપ આવો
આપ આવો
આપ મળો એટલે આપ છો
આપણા માટે આ બધું છે,
આપ રહો એટલે આપ છો
આપણાં માટે સઘળું છે,
આપ ગમો એટલે આપ છો
આપણાં માટે ગુંજન છે,
આપ આવો એટલે આપ છો
આપણાં માટે આવકાર છે,
આપ માપો એટલે આપ છો
આપણાં માટે મિલનસાર છે,
આપ જાણો એટલે આપ છો
આપણાં માટે રીત છે,
આપ ઈચ્છા રાખો એટલે આપ છો
આપણાં માટે પ્રીત છે,
આપ કહો એટલે આપ છો
આપણાં કહેવા મુજબ બધું છે,
આપ જોવો એટલે આપ છો
આપણાં માટે દુનિયા છે,
આપ જીવો એટલે આપ છો
આપણાં માટે જીવન છે.

