આંસુની ભાષા
આંસુની ભાષા
નયનના આંસુની પણ,
એક જુદી ભાષા હોય છે,
ઉકેલી શકે એને કોઇ બસ,
એટલી આશા હોય છે,
એકલા રહીને આમ કેટલા,
સંતાપ સહી શકાય,
અશ્રુથી પણ કંઇ એમ,
વારંવાર થોડું વહી શકાય ?
કેટલી વેદના અને ખુશીને,
સાચવી જાણે છે ચક્ષુ,
લાગણીના ધોધમાં,
સ્વજનને પાછા તાણે છે ચક્ષુ.
નફરત અને પ્રીતનું પ્રતિબિંબ,
નયનમાં જોઇ શકાય,
પાપને પણ પ્રાયશ્ચિતના,
અશ્રુ વડે કદી ધોઇ શકાય.
વાંચી શકો તો આખે આખી,
કિતાબ છુપાયેલી મળે.
આ લોચનમાં કેટલાયે દર્દની,
કહાની દબાયેલી મળે.