Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Trupti Upadhyay

Abstract

3  

Dr.Trupti Upadhyay

Abstract

આંસુ

આંસુ

1 min
224


તારી સાથે હોઉં ને એ આવી જાય. 

તારી યાદમાં હોઉં ને એ આવી જાય.

તારી મસ્તી જોઉં ને એ આવી જાય.

તારો પ્રેમ જોઉં ને એ આવી જાય.

તારો ગુસ્સો જોઉં ને એ આવી જાય.

તારી તકલીફ જોઉં ને એ આવી જાય. 

....એ આવી જાય છે હું ઈચ્છું કે નહિ ઈચ્છું.


ક્યારેક તું તારા હૂંફાળા હાથથી અટકાવી દે.

ક્યારેક તારા હોઠથી પી લે એ ને,

ક્યારેક આવી ને મારા ગાલ ને સુંદર બનાવી જાય.

ક્યારેક આવી ને કાજળ પ્રસરાવી જાય.

ક્યારેક એકલતામાં અને એકલા. 

તો ક્યારેક રંગ અને આકાર વિહીન.

ક્યારેક કેટલા પ્રયત્ન પછી પણ નહિ આવે અ ને ક્યારેક કોઈપણ કારણ વિના મુશળધાર આવી જાય.


હા...આંસુ 

જે મારી આંખ, જે તારી દુનિયા છે ને એમાં આવી જાય છે.

આંસુ...જે તારા માટે જ આવે છે.

આ આંસુ ...એટલે પ્રેમ જ ને.!

આ આંસુ ...એટલે સ્નેહ જ ને.!

આ આસું ...એટલે લાગણી જ ને!

આ આંસુ ...એટલે ચિંતા જ ને.!

આ આંસુ...એટલે ડર જ ને.!

આ આંસુ ...એટલે અધૂરી ઈચ્છા જ ને.! 

આ આંસુ...એટલે વિરહ જ ને.!

આ આંસુ ...એટલે હું અ ને તું કે પછી આપણે.!

આ આંસુ ..એટલે તૂટેલા સપનાનો અગ્નિસંસ્કાર કે પછી વિરહનું તર્પણ .!

આ આંસુ ..એટલે બસ ...આંસુ...!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract