STORYMIRROR

Dr.Trupti Upadhyay

Romance

3  

Dr.Trupti Upadhyay

Romance

આલિંગન

આલિંગન

1 min
174

આલિંગન,

શિવ અને જીવનું એક્ત્વ,

આત્મા અને પરમાત્માનું સાંનિધ્ય,


એક ખૂણો જ્યાં સ્નેહ, સુરક્ષા, સમર્પણની પવિત્રતા,

એક ખૂણો જ્યાં મન મૂકી રડી લેવાય,

જ્યાં મન ભરી હસી લેવાય,


એક ખૂણો જેમાં એક અલગ દુનિયાના સ્વપ્ન જોવાય અને એને જીવાય,


આલિંગન,

એક ખૂણો જ્યાં પોતીકું લાગે,

જ્યાં પ્રેમથી પીગળી જવાય,

જ્યાં બધું ભૂલી જવાય,

જ્યાં ખુદમાં જ ઓગળી જવાય


આલિંગન,

તારા બે હાથ વચ્ચેની મારી દુનિયા,

જ્યાં હું તું અને આપણાં સપનાં,

જ્યાં તારા ધબકાર ને સાંભળી શકું,

જ્યાં તને મન ભરી વ્હાલ કરી શકું,

જ્યાં તારા હોવાથી હું સલામત છું એ વિશ્વાસ છે,


આલિંગન,

ક્યારેક તારું હોવું અને ક્યારેક તારા હોવાનો ભ્રમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance