STORYMIRROR

Dr.Trupti Upadhyay

Romance

3  

Dr.Trupti Upadhyay

Romance

પ્રેમ એટલે કે

પ્રેમ એટલે કે

1 min
171

પ્રેમ એટલે કે, કોઈ નહીં હોય સંગાથે છતાં એના સાથની અવિરત અનુભૂતિ,

પ્રેમ એટલે કે, બધા હોય સંગાથે છતાં એકલા પડી જવાની મજા,


પ્રેમ એટલે કે, હર શ્વાસ સાથે વધતો વિશ્વાસ અને વિશ્વાસ પર વધતો આત્મવિશ્વાસ,

પ્રેમ એટલે કે, તારું અચાનક મને મળવું અને પછી મારુ તારામાં મળવું,


પ્રેમ એટલે કે, મારું રોમ રોમ તને ઝંખવું અને તારું રોમ રોમ મારામાં મળવું,

પ્રેમ એટલે, બોલ્યાં વિના તારું મને સાંભળવું અને ચૂપ રહી મારુ તને સમજવું,


પ્રેમ એટલે કે, તારી વ્યથા પર મારી આંખની રડવું અને આસું પર મારા તારું વ્યથા ને સહેવું,

પ્રેમ એટલે કે, તારા વિરહમાં મારુ ઓગળવું અને તારું એકલતામાં સળગવું,


પ્રેમ એટલે કે, તારું હૈયાથી કૃષ્ણ હોવું જાણે એજ મારુ વૃંદાવન હોવું,

પ્રેમ એટલે કે, મારુ રાધાની જેમ તને ચાહવું અને તારું રાધામાં જ જડવું,


પ્રેમ એટલે કે, મારા હોઠમાંથી તારું શબ્દ બની વહેવું અને તારા મૌનને મારુ સાંભળવું,

પ્રેમ એટલે કે, મારી કલમમાં તારું શાહી બની વહેવું, જાણે દેહમાં રક્ત બની વહેવું,


પ્રેમ એટલે કે, સૂર્યની પ્રથમ કિરનપુંજથી સંધ્યાના આવવા સુધી,

ચંદ્રની યુવાન થતી ચાંદનીથી પરોઢના આગમન સુધી,

એક નામને જીવવાનું મન થાય, એક નામને માણવાનું મન થાય,


પ્રેમ એટલે કે, રાધાનું સમર્પણ અને મીરાનો સંન્યાસ,

પ્રેમ એટલે કે, જીવનની એવી મીઠાશ કે જેનાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે,


બીજું કંઈ નહીં બસ, બે અધૂરાં અધ્યાયની પૂર્ણ કથા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance