STORYMIRROR

Dr.Trupti Upadhyay

Others

4  

Dr.Trupti Upadhyay

Others

આંસુ

આંસુ

1 min
350

તારી સાથે હોઉંને એ આવી જાય, 

 તારી યાદમાં હોઉંને એ આવી જાય,

તારી મસ્તી જોઉંને એ આવી જાય,

તારો પ્રેમ જોઉંને એ આવી જાય,


તારો ગુસ્સો જોઉંને એ આવી જાય,

તારી તકલીફ જોઉંને એ આવી જાય, 

એ આવી જાય છે હું ઈચ્છું કે ન ઈચ્છું,


ક્યારેક તું તારા હૂંફાળા હાથથી અટકાવી દે,

ક્યારેક તારા હોઠથી પી લે એને,

ક્યારેક આવીને મારા ગાલને સુંદર બનાવી જાય,

ક્યારેક આવીને કાજળ પ્રસરાવી જાય,


ક્યારેક એકલતાના અને એકલા, 

તો ક્યારેક રંગ અને આકાર વિહીન,

ક્યારેક કેટલા પ્રયત્ન પછી પણ નહિ આવે અને ક્યારેક કોઈપણ કારણ વિના મુશળધાર આવી જાય,


હા, આંસુ 

જે મારી આંખ,જે તારી દુનિયા છે ને એમાં આવી જાય છે,

આંસુ જે તારા માટે જ આવે છે,


આ આંસુ એટલે પ્રેમ જ ને !

આ આંસુ એટલે સ્નેહ જ ને !

આ આંસુ એટલે લાગણી જ ને !

આ આંસુ એટલે ચિંતા જ ને !

આ આંસુ એટલે ડર જ ને !

આ આંસુ એટલે અધૂરી ઈચ્છા જ ને ! 

આ આંસુ એટલે વિરહ જ ને !

આ આંસુ એટલે હું અને તું કે પછી આપણે !

આ આંસુ એટલે તૂટેલા સપનાનો અગ્નિસંસ્કાર કે પછી વિરહનું તર્પણ !

આ આંસુ એટલે બસ આંસુ !


Rate this content
Log in