આંસુ અને ખુશીનું ચક્ર
આંસુ અને ખુશીનું ચક્ર




લલાટે લખી લેખ સાથે અને આ ક્ષણ જિંદગી સાથે,
બધાંને એ લેખના સહભાગી બની જીવવું શરતો સાથે.
ક્યારેક જોવું પડે તો ખુશીઓની સામે જ જોવાનું,
આમ જ આંસુને છુપાવી ને જિંદગી જીવી જવાનું.
આમ તો સ્મિત ને આંસું બધાંના એક સરખા છે,
છતાંય આંસુ અને ખુશી માં ચેહરે ચેહરે ફરક છે.
કહો ક્યાં શોધવા વિધાતાને વિચારું એ જ વરસોથી,
આંસુ આપી શરત સાથે અને ખુશી પણ શરત સાથે.
દિલનાં અંદરથી આંસુ નિકળ્યા તો મન હલકું લાગે છે,
ભાવનાઓથી હસતાં બધાં દુઃખો ભુલી જવાય છે.
હવે તો દર્દ પણ આંસુ સાથે વહી ને લેખ ભૂલાવે છે,
બધાંના જીવનમાં આંસુ ખુશી નું ચક્ર એમ જ ચાલે છે.