STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

આનંદ.

આનંદ.

1 min
16.4K


પ્રસન્નચિતમાંથી મળે છે ખરો આનંદ,

એ વિના ક્યાં સાંપડે છે ખરો આનંદ.


નથી એનો વિરોધી અધ્યાત્મ જગતે,

ભાગ્યશાળીને એ ફળે છે ખરો આનંદ.


સુવિધાને આનંદ માનશો નહિ કદીએ,

સંતોષના મૂળમાં રહે છે ખરો આનંદ.


ઇશ ઉપાસનાને સમર્પણ બુનિયાદમાં,

જાણે આત્મામાં ભળે છે ખરો આનંદ.


આનંદ,સચ્ચિદાનંદ, નિજાનંદ છે પ્રકારો,

પરમના સામીપ્યે જડે છે ખરો આનંદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational