STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

4  

Bhavna Bhatt

Inspirational Others

આનંદ થશે

આનંદ થશે

1 min
230

દુનિયામાંથી રંક રાયના ભેદ જશે, 

અહંમ, દંભથી પર થશે ત્યારે આનંદ થશે. 


સંયુક્ત કુટુંબ વધશે, ને ઘરડાઘર બંધ થશે, 

ઘેરઘેર ત્યારે પરિવારની એકતાનો આનંદ થશે. 


પશ્ચિમી અનુકરણ બંધ થશે, 

આપણી સંસ્કૃતિ ઉજાગર થશે ત્યારે આનંદ થશે. 


ગામડા છોડી દેખાદેખી શહેરમાં વસે, 

ગામડા સમૃધ્ધ બનશે તો આનંદ થશે. 


સ્વાર્થી સંબંધ બંધ કરી, ભાવનાત્મક સંબંધ વધશે, 

સાચા લાગણીના એ સંબંધોથી આનંદ થશે. 


ખોટા કુરિવાજો, દહેજ પ્રથા બંધ થશે, 

માણસાઈની માનવતા વધશે તો આનંદ થશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational