આંધળી દોડ
આંધળી દોડ
ધીરે દોડો ધીરે દોડો,
ધીરે દોડો ભાઈ સાબ,
રુપીયાની થોકડીઓ જોઈ,
આંધળી દોડ ના કરો !
રસ્તા જુઓ, છે ખુલ્લી ગટરો
ઢળી દોટમાં પડશો ક્યાંક,
કાળા નાણાં સંતાડવા જતાં
જેલ ભેગા થશો ક્યાંક.
ભાગમભાગ દોડાદોડ તમે
જીંદગીભર કરો ભલે,
ભાગ્યમાં હશે તો જ આવશે
ના પડશો ઉલમાંથી ચૂલમાં.
લક્ષ્મી પાછળ થાઓ ના ઘેલા,
ચંચળ છે હાથમાંથી જાય સરી,
ભલે કમરે બાંધીને દોડો
આખરે તો છે વિષ્ણુને વરી !