STORYMIRROR

Tanvi Tandel

Thriller Tragedy

2  

Tanvi Tandel

Thriller Tragedy

આક્રોશ...

આક્રોશ...

1 min
428


રડ્યા રે અઢળક ગુલાબો પ્રેમના તહેવારે,

આક્રોશને આંસુ બન્ને ભેગા આંખને પલકારે,


સમરાંગણથી શહીદોના શબ આવ્યા દ્વારે,

અગનપિછોડી ઓઢી સૂતાં માતૃભૂમિ રક્ષા કાજે,


કેટલીયે વનિતા, માં, ભગીની ના રુદિયા રડે એકાંતે,

બને છે કેમ રક્તરંજિત ભૂમિ આમ છાશવારે..


નાપાક ઈરાદા લઈ બેઠા આતંકી દુશ્મનો સીમાએ,

લડવાને તત્પર છે જ્યાં હજારો સૈનિક શૂર વીરાઓ.


સમય નથી આ શોકનો કે બે દિન પૂરતો ડીપી બદલવાનો,

લાચારી મૂકીને નેવે કરવી પડશે ચિંતા સો ભારતવાસીઓ એ,


સાચી શ્રદ્ધાંજલિ અર્પિત જ્યારે નિવેડો આવશે કાશ્મીરનો,

મૂકો હવે રાજનીતિની લપ સમય આવ્યો વળતા પ્રહારનો,


શહીદોની શહાદતને સાંભળી આંસુ સારિશું આમ ક્યાં સુધી??


કરો સર્જીકલ સ્ટ્રાઈક જેથી પરચો મળે રાષ્ટ્રીય એકતા નો,

જે જોઈ રડવું ના પડે ક્યારેય કોઈ પરિવારે આમ વારંવારે...


Rate this content
Log in

Similar gujarati poem from Thriller