આખરી પ્રેમ
આખરી પ્રેમ
હું તારો રાગ અને તું રાગનો આલાપ છે,
હું તારા ષડ્જ અને તુ પંચમનો સ્વર છે.
હું તારૂં હ્રદય અને તું હ્રદયની ધડકન છે,
હું તારૂં સાઝ અને તું સાઝનો આવાજ છે.
હું તારો કાગળ અને તું મારી કલમ છે,
હું તારા શબ્દો અને તું કલમની શાહી છે.
હું તારો સૂરજ અને તું સોનેરી સંધ્યા છે,
હું તારો ચંદ્ર અને તું મહેંકતી રજની છે.
હું તારો મયૂર અને તું ટહૂંકતી કોયલ છે,
હું તારો પપીહાં અને તું પ્રેમનો પોકાર છે.
હું તારી નજર અને તું છલકતી જામ છે,
હું તારી મહેફિલ અને તુ પ્રેમની ગઝલ છે.
હું તારો "મુરલી" નાદ અને તું મધુરી તાન છે,
હું તારો પહેલો અને તું મારો આખરી પ્રેમ છે.

