આજનો દિવસ કેવો
આજનો દિવસ કેવો
આજનો દિવસ કેવો છે સમજ સાથે સોહામણો છે
આજનો દિવસ કેવો છે મનની સાથે મોંઘો છે,
આજનો દિવસ કેવો છે રિવાજ સાથે રળિયામણો છે
આજનો દિવસ કેવો છે પ્રેમ સાથે પાવન છે,
આજનો દિવસ કેવો છે સ્મિત સાથે મિતનો છે
આજનો દિવસ કેવો છે ધ્યેય સાથે ધ્યાનનો છે,
આજનો દિવસ કેવો છે પ્રીતની સાથે રીતનો છે
આજનો દિવસ કેવો છે રાતની સાથે વાતનો છે,
આજનો દિવસ કેવો છે જીવન સાથે સજીવનનો છે.
