આજની નારી
આજની નારી
આ છે આજની નારીની કહાની..
જૂના રિવાજો, જૂની વાતો
છોડીને બની છે મોર્ડન.
ઘર, બાળકો અને પરિવાર સાથે,
ઓફિસને પણ સંભાળે છે.
આ છે આજની નારીની કહાની..
ઘરનો ઉંબરો ઓળંગીને બધા ક્ષેત્રોમાં પહોંચી છે,
આ છે આજની નારીની કહાની..
ચાર દિવાલો છોડી ઊંચા આસમાન અને વિજ્ઞાનની દુનિયામાં પણ નારીએ કર્યું છે નામ,
આ છે આજની નારીની કહાની..
વેલણ, વાસણો છોડી લેપટોપ અને મોબાઈલ પર ચલાવે છે રાજ,
આ છે આજની નારીની કહાની..
દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી જયાં નથી પહોંચી નારી,
આ છે આજની નારીની કહાની.
