STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

4  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

આજનાં સંતાન

આજનાં સંતાન

1 min
318

ભૂલી ગયાં ભટકી ગયાં કોઈ કિનારો ના મળે,

જે સ્વાર્થમાં ડૂબીને ઘરડાં માવતરને તરછોડે.


લાડી, વાડી ને હો ગાડી તોય દીન પણે ઠરે,

જે માવતર એ જન્મ દીધો એ દુઃખી થૈ ટળવળે.


દેવ કીધાં પથ્થરોને પાથરી પાલવ અરે,

એ માની મમતા કેરો પાલવ ભીંજવ્યો રે આંસુડે.


સંઘર્ષો જીવનભર કરી વટવૃક્ષ થૈ છાંયો ધરે,

રે કળજુગે આશ્રય વિનાનો બાપ અહિયાં રળજળે.


જેવું કરો એ પામશો એ વાત ભૂલશો ના અરે,

આજના સંતાન છો મા-બાપ ભાવિની પળે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational