Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આજ ની ક્ષણો નું સુંદર ચણતર કર.

આજ ની ક્ષણો નું સુંદર ચણતર કર.

1 min
171


અતીતની ઉધઈને તું મારી નાખ

આજ ની ક્ષણ ને તું જારી રાખ

અતીતના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી જા

ખુલ્લો છે આ વર્તમાનનો દરવાજો અંદર પ્રવેશી જા


અતીતના અંધકારમાંથી બહાર નીકળી જા

આ સફળતાનો સૂરજ

ભો તારા દ્વારે દસ્તક આપે છે

આ સૂરજનું સ્વાગત કરી લે


શા માટે અટવાયા કરે

આ અતીતની આડિતેઢી ગલીઓમાં

વર્તમાનનો સીધો સુંદર રસ્તો છે તારી રાહમાં

બસ એ રસ્તે ચાલ્યો જા


છોડ એ ભૂતકાળના ગંધાતા ખાબોચિયાને

સુંદર મીઠી સરિતા છે તારી રાહમાં

બસ વહી જા તું એના પ્રવાહમાં


શા માટે અતીતના બીજ રોપે આ હૈયાના ક્યારામાં ?

ઉગેલા છોડ આશાઓનાં આમ મુરઝાઇ જશે

આમ વિચારોના બીજનું વાવેતર ના કર

બસ આજની ક્ષણોનું સુંદર ચણતર કર


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational