કોરોના : ધ લૉકડાઉન
કોરોના : ધ લૉકડાઉન


ભૂલી જાને 'સંગી' મનવા થોડાં દી તું પંગત,
ચાલ કરી લે અંગત સાથે થોડું અંગત અંગત.
ફરજ નિભાવો, સમય નથી આ ગમે ત્યાં ભટકવાનો,
કોરોના તો હાથનો મેલ કાયમ ક્યાં ટકવાનો;
તું પછી કરજેને તારે કરવી હોય એની સંગત,
ચાલ કરી લે અંગત સાથે થોડું અંગત અંગત.
ચિંતા છોડી ઊજવી લેને આવો રૂડો અવસર,
લ્હાવો લે તું દેશસેવાનો પ્રયોગ સમજી નવતર;
ઘરમાં બેસી પરિવારમાં તું લાવી દેને રંગત,
ચાલ કરી લે અંગત સાથે થોડું અંગત અંગત.