સુખી એ છે
સુખી એ છે


સુખી એ છે જે દરેક પરિસ્થિતિમાં ખુશ રહે.
સુખી એ છે જે મનમાં ઉદ્વેગ કદી પણ ન ધરે.
સુખદુ:ખ તો જગજંજાળ ચાલ્યા કરે માને એમ,
સુખી એ છે જે લોકવાત વારેવારે ન વિચારે.
પરિસ્થતિ પલટાવવી શક્ય નથી આ જગતમાં,
સુખી એ છે જે સંજોગોને હંમેશાં બસ સ્વીકારે.
સુખમાં છકી જવુંને દુ:ખમાં નાસીપાસ ના થવું,
સુખી એ છે જે સમતા વ્યવહારમાં સદા આચરે.
નિજાનંદી બની શકે જે મનની ગતિ રોકીને પછી,
સુખી એ છે જે ગુમાવેલાંનો અફસોસ કદી ન કરે.