સંવાદ
સંવાદ
પ્રગટ થયેલા પ્રભુ એ એમ પૂછ્યું,
કેમ વિમાસણમાં મૂકાયો આજ માનવી,
કરેલા કર્મોનાં ફળની પ્રાપ્તિ,
નિયમ છે કુદરતનો હે માનવી,
સાંભળી માનવી એમ બોલ્યો,
ના મારા આવા કર્મો,
ફળ કેમ આવા આપ્યાં ?
એવા તે કર્મો કેવા અમે કર્યા,
એક સાથે એને ભોગવવા બેઠા,
ગમગીન થઈ બોલ્યા પ્રભુ,
ના કોઈ એક નો છે વાંક,
થોડો થોડો બધાનો છે વાંક,
કુદરતી પ્રકૃતિમાં ચેડાં કરીને,
પર્યાવરણને હાની પહોંચાડીને,
પ્રગતિમાં માને છે પોતાનો વિકાસ !
હું શ્રેષ્ઠ હું શ્રેષ્ઠ એમ માનતો,
પણ ધરતીનો એ વિનાશ કરતો,
પ્રકૃતિ એ બદલ્યું છે નવું રૂપ,
વિનાશ, તાંડવ ભયાનક રૂપ,
હાથના કર્યા હવે તમને વાગ્યા,
કેમ કરી દોષ અમને આપ્યા,
સદબુદ્ધિ, સદાચાર તમને આપ્યા,
કેમ માનવતા માટે ના વિચાર્યા !
આ સાંભળી ચૂપ થયો માનવી,
ઈશ્વરની પ્રાર્થના હવે કરતો માનવી.