કારગીલ વિજય દિન
કારગીલ વિજય દિન


સલામ છે હે ભારતમાના સપૂત તને,
કારગીલ વિજયના મહાન સપૂત તને.
ધન્ય છે તારી જનેતાને જેણે સદગુણોનું,
કરી સિંચન શહાદતતા શિખવ્યું તને.
રાત-દિવસ, ટાઢ-તડકો હર મોસમમાં,
ખડે પગે, સજગ સલામ હે પ્રહરી તને.
તું એકલો, ઉતમ લક્ષ્યના વિચારધારી,
કરોડનાં જીવનની રક્ષા કરતો નમન તને.
એક પળ જિદંગી, બીજી પળ શહાદતની,
લઈને પ્રતિપળ જીવંત કર્મવીર સલામ તને.
આનંદ- ઉલ્લાસ, હસી-ખુશીના લોકોના
આંગણામાં સોનેરી કિરણો પાથરનાર તને,
આ કારગીલ વિજયના દિને સો સો સલામ તને.