STORYMIRROR

Vijita Panchal

Inspirational

4  

Vijita Panchal

Inspirational

આગળ આવ્યો છું

આગળ આવ્યો છું

1 min
307

સપનાની ઉડાન ભરવા આગળ આવ્યો છું,

દરેક નિશાન વીંધી નાખવાં આગળ આવ્યો છું,


ચડું છું સંઘરી રાખેલી ઈચ્છાઓ પૂરી કરવા,

જવાબદારી નિભાવવા હું આગળ આવ્યો છું,


હૈયે હામ ભીડી બચાવ્યો છે મારા જીવને,

પરિશ્રમની કસોટી આપવા આગળ આવ્યો છું,


પહોંચીશ એકવાર તો હું મારી દરેક મંઝિલે,

ખામીઓ દૂર કરવા હું આગળ આવ્યો છું,


અન્યની પરવા કર્યા વગર જીવનમાં,

દુનિયાને જીતવા હું આગળ આવ્યો છું,


અથાગ પ્રયત્નો બાદ મળી છે સફળતા,

ટકાવવા એને હું આગળ આવ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational