STORYMIRROR

Alpa Shah

Inspirational

4  

Alpa Shah

Inspirational

આઘાત

આઘાત

1 min
258

આ જિંદગીમાં આઘાતો સહેવાનું જાણે કોઠે પડ્યું

આ મનુષ્યને દર્દ ઝીલવાનું જાણે કોઠે પડ્યું,


કાંઈ કેટલા આઘાતો થકી હૈયામાં વલોપાતો ઊઠ્યા

એ જીરવવા અતિ મુશ્કેલ પણ જાણે જિંદગીને કોઠે પડ્યું,


કાંઈ કેટલા આઘાત જાણે વજ્રઘાત સાબિત થયા

પણ સમયના મલમ થકી જાણે આ બધું કોઠે પડ્યું,


એ સ્વજનોના વાણી કે વર્તન થકી આઘાતો મળ્યાં

વિશ્વાસઘાત કરતાં સ્વજનનું સ્વરૂપ જાણે કોઠે પડ્યું,


મજબૂત મનોબળ થકી ભીતરના મનોમંથન થકી

આ બધાથી પર રહી જીવવાનું કોઠે પડ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational