STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational Others

4  

VARSHA PRAJAPATI

Inspirational Others

આધાર તારો આપજે

આધાર તારો આપજે

1 min
385

થાકી હવે તો આંખડી, અણસાર તારો આપજે,

ખૂટયા હૃદયમાં શ્વાસ, તું ધબકાર તારો આપજે.


સૂનકાર વ્યાપ્યો દેહમાં, ખાલી હૃદયનું ખોરડું,

મારા ઉદરના આંગણે, શણગાર તારો આપજે.


તારા વિના વ્યાપી રહ્યો અંધાર આજે મન મહીં,

તું દીપ છે આ કૂખનો, ઝબકાર તારો આપજે.


છે સ્વાર્થનું આખું નગર, મમતા બની છે વાંઝણી,

માંગુ હવે જો સાથ તો કિરતાર તારો આપજે.


જો થાય તારું આગમન તો નેહ વર્ષે નેણથી,

ને હેતની 'હેલી' વહે, આધાર તારો આપજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational