આભાર
આભાર
આવો માનીએ આભાર તમામ સ્વાસ્થ્ય કર્મીઓનો,
કે જેઓ લડી રહ્યાં છે સવા વર્ષથી જંગ કોરોનાનો,
રાત હોય કે દિવસ, ગરમી હોય કે ઠંડી,
ભૂલીને પોતાના સ્વજનો, જેઓ કરે છે માત્ર તેમની ડ્યુટી,
રોજ મોત ને પોતાની સામે ભાળવા છતાં,
બધાજ દર્દીઓની સેવા કરે છે હસતાં હસતાં,
પોતાના ઘર પરિવારથી દૂર થયેલા દર્દીઓને,
એક મા - બહેન, દીકરી- દીકરા ની ખોટ પૂરે છે ચાકરી કરીને,
જ્યારે ખુદના ઘરવાળાઓ જ ફેરવે છે મોઢું,
ત્યારે સેવા અને સારવાર કરે છે રાખીને દિલ મોટું,
આવા દેવદૂત સમાં ડોકટરો - નર્સો અને બધાજ સ્વાસ્થ્ય કર્મીઓનો
નત મત્સકે બે હાથ જોડી ને હું દિલથી આભાર માનું સૌનો.
