આ તો વિજયાદશમી
આ તો વિજયાદશમી
આ તો દશેરાની રાત
ભાઈ પ્યારી પ્યારી વાત
સાંભળજો દઈ ધ્યાન
આ તો દશેરાની વાત,
શ્રીરામની છે વાત
અસત્યની હારની છે વાત
આ તો આનંદની છે રાત
આ તો દશેરાની રાત,
ઘીના દીવડા પ્રગટાવો
આંગણિયા રે સજાવો
રાવણ કેરા અંતની છે વાત
આ તો દશેરાની રાત,
વિજયાદશમીનો તહેવાર
સૌ ઉજવે છે વહેવાર
માતા સીતાની છે વાત
આ તો દશેરાની રાત.