Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Zalak bhatt

Fantasy

4  

Zalak bhatt

Fantasy

સૃષ્ટિનો અંત

સૃષ્ટિનો અંત

2 mins
238


આપણે જાણીએ છીએ કે આ કળયુગ ચાલી રહ્યો છે. માનવ ભી દાનવ સમો બની ગયો છે. બાળકોમાં બાળક પણું , યુવાનીમાં જોશને વૃદ્ધત્વમાં શાંતિ ક્યાંય પણ દેખાતી નથી. રોજ સવારે એલાર્મ સાથે ઊઠતો માણસ રાત્રે ભી એલાર્મ સેટ કરીને સુવે છે. જીવે છે પણ જીવનને જાણતો નથીને એવામાં પણ જો ભૂકંપ, વાવાઝોડું, પુર જેવી આફત આવે તો તો એ એના આઘાતથી જ મરી પરવારે છેને એવા આકરા સમયમાં પણ જો ત્રીજું વિશ્વયુદ્ધ ખેડાય તો શું થાય ? હા, ત્રીજું વિશ્વયુદ્ધને એ પણ, કોઈ સામાન્ય નહિ પણ એલેક્ઝાન્ડર અને બાહુબલીની વચ્ચે.  

વિશ્વના બે ભાગ પડી જાય એક પક્ષ એલેક્ઝાન્ડરનો અને એક બાહુબલીનો બને છે ત્યારે એક પક્ષ વિજ્ઞાન તથા ખોજનો અને બીજો પક્ષ ભાવનાઓનો બની જાય છે. એલેક્ઝાન્ડરની સાથે બુદ્ધિજીવીઓ તથા બાહુબલી સાથે ભાવનાશીલ લોકો જોડાઈ જાય છે પછી એ ભલે કોઈપણ દેશ કે પ્રાંતના હોય અને આ યુદ્ધ કોઈ મેદાનમાં નહિ પણ, બાહુબલીના કૌશલ અને એલેક્ઝાન્ડરના વૈજ્ઞાનિકરણની વચ્ચે હતું.

એલેક્ઝાન્ડર પોતાના વિજ્ઞાનની શોધથી રોબો રેડી કરીને સામનો કરે છે તો બાહુબલી જમીનનીચે પહેલેથી જ એવી વ્યવસ્થા રાખે છે કે રોબોના પગ જ્યાં પડે ત્યાંથી એક લોખંડની જાળીનીકળેને રોબો તેમાં ફસાઈ જાયને બધાં રોબો એક સાથે ફસાઈ જતાં એલેક્સ હવે પછી શું કરવુંનો નિર્ણય ભી કરી નથી શકતો. બાહુબલી આ જાળીઓ પર બાણ દ્વારા આગની વર્ષા કરે છેને રોબોમાં શોર્ટ સર્કિટ થવાથી એલેક્ઝાન્ડરનો પૂરો પ્રોગ્રામ ફેલ થાય છે. એલેકઝાન્ડર દ્વારા બનાવેલ રોબો કોઈ રિયાલ રોબો નહિ પણ માણસમાં એક ચિપ લગાવીને બનાવેલ રોબો હતાં. આ ઘટના બાદ એલેક્ઝાન્ડર પોતાની હારના આઘાતથી જ મૃત્યુ પામે છે.

બાહુબલીને પણ પોતાના પક્ષના મોટા ભાગના લડાયકોને ગુમાવવા પડે છે કેમકે, રોબો જ્યારે વિસ્ફોટ સાથે ફાટે છે ત્યારે પાસમાં રહેલ લડાયક ટિમને હાનિ પહોંચતી હતી. પણ, આખરે જીત ભાવનાની થાય છે. બાહુબલી ફરી જીવંત લોકોને એક કરીને એક નવું જ શાસન શરૂ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy