Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pranali Anjaria

Romance Tragedy

4.6  

Pranali Anjaria

Romance Tragedy

હદય ની વાત

હદય ની વાત

6 mins
442


આમ તો આ હૃદયની વાતનો મુદો જ એવો છે કે કોઈ બીજાને ન કહેવાય. પણ ક્યારેક જો કોઈ આપણી લાગણી સમજી શકે એવું મળી જાય તો તેની આગળ આ વાતને છતી કરી શકાય. 

ભવદીપ અને તનયાની સગાઈને એક મહિનો વીતી ગયો હતો. આમ તો બધુ સુગમતાથી ચાલતું હતું પણ ભવદીપ જાણે ખુશ ન હોય તેવું લાગતું હતું. તેના મનમાં શું ચાલી રહ્યું છે તેની જાણ ઘરમાં કોઈને નહતી. તેની આંખો સતત કોઈને શોધ્યા કરતી હતી. જેમ કોઈ અજાણ્યો પ્રવાસી કોઈ અજાણ્યા સ્થળ પર આવી ચડ્યો હોય તેવું ભવદીપનું વર્તન હતું. ઘર તો સુખી- સંપન્ન હતુ, સારીનોકરી હતી, સગાઈ પણ તનયા જેવી સમજુ છોકરી સાથે થઈ હતી. ખબર નહીં કઈ વાતનું દુખ ભવદીપના ચહેરા પર સ્મિત લાવવામાં અડચણ રૂપ બનતું હતું?

શનિવારની એક સાંજે ભવદીપ એકલો ઘરના બગીચામાં ટહેલતો હતો અને પોતાના મનપસંદ છોડવાઓ સાથે સમય પસાર કરતો હતો. એવું લાગતું હતું જાણે આ કુમળાનાના છોડને પણ તે પોતાની હૃદયની વાત કરી દેશે પણ ત્યાં ફોનની ઘંટી રણકી."ભવદીપ, હું તનયા બોલું છુ. મે કાલે આપણાં માટે શ્રીરંગ ઓડિટોરિયમમાં એક ફૅમિલી કોમેડી નાટકની બે ટિકિટ બુક કરવી છે. તમે આવશોને ? તનયા એ જરા ગભરાતા સ્વરે વાત કરી."તનયા તું તારી બેનપણી સુધાની સાથે જઇ આવને. મને નહીં ફાવે, તને તો ખબર છે કે હું ક્યારેય રેસ્ટોરન્ટમાં, ફિલ્મો જોવા કે નાટક વગેરે જોવા માટે નથી જતો. હા કોઈ સુગમ સંગીતનો કાર્યક્રમ હોય તો જરૂર તેમાં રસ છે." તનયા એ ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ ભવદીપના માન્યો એટ્લે તે પોતાની સખી સુધા સાથે નાટક જોવા માટે ગઈ. 

માતાની ખોટ તો ભવદીપને હતી પણ તેના પિતાજી તો તેને ખૂબ વહાલ કરતાં હતા. પણ ભવદીપની અંદર ભરેલી ગંભીરતા અને નિરાશાનું કારણ તો તેના પિતાજી પણ જાણી નહતા શક્યા. 

આ બાજુ તનયા એ નક્કી કર્યું કે ભવદીપના આ સ્વભાવનું કારણ તો તે શોધીને રહેશે. એક દિવસ ભવદીપ ઓફિસ ગયો હતો ત્યારે તનયા અચાનક ભવદીપના ઘરે ગઈ. ઘરમાં તેના પપ્પા દિપેનભાઇ એકલા હતા.  

"પપ્પા, હું અહિયાં શોપિંગ માટે આવી હતી તો થયું કે તમને મળતી જાઉ. તમે ચા પિશો તો બનાવી આપું ? દિપેનભાઇ એ ના પાડી એટ્લે તનયા એ પોતાનો માર્ગ મોકળો કરવા કીધું, "પપ્પા, ભવદીપ માટે એક ગિફ્ટ લાવી છુ એ એના રૂમમાં મૂકી દઉં ?

દિપેનભાઇ એ કીધું, "હા બેટા એમાં શું પૂછવાનું ? અને તનયા એ ભવદીપના કક્ષ તરફ ડગમાંડ્યા.

ભવદીપનો રૂમ આમ તો એકદમ સાફ- સુધરો હતો પણ કદાચ તેના ઉદાસીન સ્વભાવનું રહસ્ય અહીથી ઉકેલાશે તેવું લાગતું હતું. તનયા એ આખા રૂમની શોધ-ખોળ શરૂ કરી. ભવદીપના જૂના કબાટમાં પડેલ તમામ ફાઇલ અને કપડાઓ તપાસી જોયા. પછી કબાટના ડ્રોવરમાં પડેલ સામગ્રી જોઈ તેમાં એક સીગરેટનું પેકેટ મળ્યું. આ તનયા માટે નવાઈની વાત હતી કારણ કે ભવદીપ એ કદી તેની સામે સીગરેટ નથી પીધી તો આ ક્યાથી આવી. એવું બને કે ભવદીપ એકાંતમાં સીગરેટ પીતો હોય જેની જાણ તેના પિતાને પણ જાણ ના હોય. આ બધા વિચારમાંથી બહાર આવીને તનયા એ ભવદીપની જૂની બેગમાં પડેલ સર્ટિફિકેટ અને ફોટા જોવા માટે હાથમાં લીધા. ભવદીપ સ્કૂલમાં અવ્વલ નંબરે પાસ થતો તે આ સર્ટિફિકેટ દ્વારા જાણ થઈ. સ્કૂલ -કોલેજના દસ્તાવેજો સાથે એક કોચિંગ ક્લાસનું ચોપાનિયું હાથ લાગ્યું જેમાં ધોરણ અગિયારમાં સરસ પરિણામ મેળવનારના ફોટો હતા. કોચિંગ ક્લાસનું નામ હતું સુપર વન કેરિયર એકેડમી. તેમાં ભવદીપનો પણ એક ફોટો હતો. તનયા ખુશ થઈ. આ કોચિંગ ક્લાસની એક ફાઇલ હતી જેમાં ત્યાં અભ્યાસ કરતાં તમામ વિધ્યાર્થી ઑનો એક સમૂહ ફોટો લીધેલો હતો જેમાં ભવદીપ હતો અને તેની બાજુમાં એક બીજી વિદ્યાર્થિની હતી અને ભવદીપ એ તેની આસપાસ એક માર્કર પેનથી કુંડાળું કરીને ફોટાની પાછળ A અને B એમ લખીને ફોટો ફાઇલમાં મૂકી રાખ્યો હતો. તનયા બધુ જ સમજી ચૂકી હતી. હવે તેને ભવદીપના આવવાની રાહ જોવાની હતી. 

તનયા રૂમ ફરી પાછો ઠીક-ઠાક કરીને બહાર આવીને દીપેનભાઈની સાથે ગપ્પાં મારવા લાગી અને તેને ખબર જ ન પડી કે સાંજ પડી ગઈ છે. દિપેનભાઇ એ કીધું, "બેટા ઘરે નથી જવું ? મમ્મી -પપ્પા રાહ જોતાં હશે."

ના ,ના,પપ્પા મે એમને કીધું છે કે વાર લાગશે તમે ચિંતા ના કરતાં. 

ભવદીપ ઓફિસથી આવ્યો તો તનયાને જોઈને આશ્ચર્ય પામ્યો. આજે તો તનયા એ જમવાનું પણ તૈયાર કરી આપ્યું હતું. બધા સાથે જમ્યા અને પછી ભવદીપ તનયાને ઘરે મૂકવા માટે તૈયાર થયો. તનયાને આજ ક્ષણની પ્રતિક્ષા હતી કે ક્યારે તે એકાંતમાં ભવદીપ સાથે ખૂલીને વાત કરી શકે. 

રસ્તામાં તનયા એ ભવદીપને કીધું કે હજુ આપણાં લગ્નને પાંચ મહિના બાકી છે તો હું થોડો વખત પાર્ટ -ટાઈમનોકરી કરી શકું ? ભવદીપ એ હા પડી. તનયા બોલી, ભવદીપ આ નોકરી એક કોચિંગ ક્લાસ સેન્ટરમાં છે.- સુપર વન કેરિયર એકેડમી. "ભવદીપ એ અચાનક જોરથી કારને બ્રેક મારી. તનયા ગભરાઈ ગઈ. ભવદીપે એક પાર્કિંગની જગ્યા જગ્યા શોધી કાર ઊભી રાખી દીધી. ભવદીપ બોલ્યો,"નહીં નહીં, તનયા સુપર વન કોચિગ સેન્ટરમાં તું ન જતી. હું પણ ત્યાજ મારૂ અગિયારમાં ધોરણનું કોચિંગ લેતો હતો પણ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના મારા જીવનની આ કોચિંગ સાથે જોડાયેલી છે."

"મને પણ તું તારા હૃદયની વાત નહીં કરે ? હું તું તારી ભાવિ પત્ની છુ. છુપાવીને શું ફાયદો ? તનયા એ પ્રેમથી ભવદીપને સવાલ પૂછ્યો.

ભવદીપ બોલ્યો,"સાંભળ તનયા, હું જ્યારે અગિયારમાં ધોરણમાં ભણતો હતો ત્યારે મને એક છોકરી. આઇશા પ્રત્યે આકર્ષણ હતું. આઇશા મારી સ્કૂલ તેમજ કોચિંગ બંનેમાં સાથે જ હતી. ભણવામાં મારાથી પણ વધુ હોશિયાર. પછી હાજરજવાબી અને આત્મવિશ્વાસથી ભરેલ આઇશા સૌની માનીતી હતી. મારા ઘણા મિત્રો હતા પણ સ્ત્રી મિત્રોમાં ફક્ત એક આઇશા હતી. આઇશાનું નામ મે મારી દરેક નોટબુકમાં લખી રાખ્યું હતું. વિધાતાનું કરવું અને એક દિવસ હું નાદુરસ્ત તબિયતને કારણે કોચિંગ ન ગયો. તે દિવસ કોચિંગ ક્લાસના બિલ્ડીંગમાં શોર્ટ સર્કિટથી અચાનક આગ લાગી. ચારેબાજુ અફરા તફરી થઈ ગઈ. અંધારું અને ધુમાડાનું સામ્રાજ્ય ફેલાય ગયું. વિદ્યાર્થીયો ચિચિયારી પાડવા લાગ્યા અને નીચે હાહાકાર ફેલાય ગયો..ટીવી અને ઇન્ટરનેટ પર તરત આ સમાચાર ફેલાઇ ગયા. ફાયર -બ્રિગડ આવી પણ એ આગને કાબૂમાં લે તે પહેલા ઘણું નુકશાન થઈ ચૂક્યું હતું. અમુક વિદ્યાર્થીઓએ તો જીવ બચાવવા માટે ત્રીજા માળેથી કૂદકો પણ માર્યો અને અંતે તેમાં પણ જીવ ગુમાવો પડ્યો. પંચાવન છોકરવની બેચમાં ફક્ત દસ છોકરવને ફાઈર -બ્રિગડ બચાવી શકી અને બાકી કાળનો કોળિયો બની ગયા. રજાનો દિવસ હોવાથી નીચે કોમ્પ્લેક્સમાં બીજા કોઈ દુકાનદાર કે વ્યક્તિ હજાર નહતા એટ્લે સામાન્ય મદદ મળતા પણ વાર લાગી. વિદ્યાર્થીયો તો પરીક્ષા નજીક આવતા પ્રશ્ન-પત્ર લેખન માટે આવ્યા હતા અને નિર્દોષ બાળકો આ રીતે હોમાઈ ગયા. આ ઘટનામાં મારી હૃદયની નજીક રહેલી આઇશા પણ હતી. 

આઇશાના ગમમાં મે બે દિવસ ન ખાધું ન પીધું. પછી પપ્પાના કહેવાથી મનને આઘાતમાંથી બહાર લાવીને અભ્યાસમાં આગળ વધ્યો. પણ આજે પણ જ્યારે આઇશાની યાદ આવે ત્યારે એકાંતમાં એક સીગરેટ સળગાવીને પી લઉં છુ. મને માફ કરજે, મે તને આ વાત નહતી કરી પણ આજે કરું છુ, એ કોચિંગ ક્લાસમાં તું જાય એ મને નથી ગમતું એટ્લે કીધું. હું આઇશાની જેમ તને પણ ખોવા નથીમાંગો. તું કોઈ બીજા કોચિંગ ક્લાસ શોધ જેમાં ફાયર સેફ્ટીના સાધનો હોય."

તનયાને મનમાં હવે દરેક સવાલનો જવાબ મળી ગયો હતો. હવે સાફ હૃદયવાળા ભવદીપ પ્રત્યે તેને ગર્વ હતો. તે ભવદીપનો હાથને પકડીને પોતાના હાથમાં મૂકીને કહવા લાગી,"ભવદીપ કઈ વાંધો નહીં, આજે તમે વર્ષો પછી કોઈને પોતાના હૃદયની વાત કરી છે માટે હવે તમે હળવા થઈ શકશો અને મુક્તપણે હસી શકશો અને જિંદગીને આગળ ભવિષ્યમાં માણી શકશો. જો ન બોલ્યા હોત તો મનમાં મનમાં આ લાવારસ તમને વધારે તકલીફ આપત. અને હવે સીગરેટનું છેલ્લું પેકેટ તમારા કબાટમાં હતું જે મે ડસ્ટબીન મા નાખી દીધું છે એની હવે આદત ન પાડતા. સીગરેટથી દુખ ઓછું ન થાય પણ ભવિષ્યમાં કોઈ રોગ બનીને આવે ખરું હો, તનયા હસવા લાગી અને ભવદીપ પણ આ વખતે ખડખડાટ હસી પડ્યો. ભવદીપ એ કારનો ટર્ન લીધો અને બંને જણા એક આઇસ્ક્રીમ પાર્લર પાસે જઈ, મનપસંદ આઇસ્ક્રીમ મંગાવ્યો અને જૂની યાદોને થિજવી દીધી અને નવી યાદોનો પિટારો ભરવા લાગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Romance