Pranali Anjaria

Inspirational

5.0  

Pranali Anjaria

Inspirational

જીવન ચક્ર

જીવન ચક્ર

6 mins
795



અરીહંતભાઈ એટલે કે એક ખુબજ પ્રખ્યાત ખાનગી કંપની ના માલિક. કંપની ના માલિક બન્યા પહેલાની જિંદગી સાવ જુદી હતી અને આ કંપની ની વધતી પ્રસિદ્ધિ પછી ની જિંદગી સાવ અલગ હતી. અરીહંતભાઈ એ સાવ નાની એવી રકમ નું રોકાણ કરી ને આ કંપનીની સ્થાપના કરી. કાંઇક નવું કરવાની ઇચ્છાશક્તિ હોવાથી અરીહંતભાઈ એ ક્યારેય હાર ન માની અને સતત આગળ વધતા ગયા અને સફળતા તેની પાછળ ચાલતી આવી. રીમાબેન સાથે જયારે તેમના લગ્ન થયા ત્યારે એક નાનકડા ફ્લેટમાં ભાડે રહેતા અરીહંતભાઈ આજે ત્રણ આલીશાન બંગલાના માલિક બની ગયા છે તો તેની પાછળ ઘણો સંઘર્ષ છુપાયેલો છે. 


અરીહંતભાઈ અને રીમા બેનની પુત્રી અરીમાં ઘણીજ સમજુ અને ડાહી દીકરી. અરીહંતભાઈ એ તેને ખુબ લાડ-કોડ થી ઉછરેલી. કોલેજ માં હમેશા પ્રથમ નંબર લાવતી હતી. આજે અરીમાં ના કોલેજ નો પદવીદાન સમોરોહ હતો એટલે અરીમાં એ પોતાના માતા-પિતા ને પણ તેમાં આમંત્રણ આપ્યું અને અચૂક આવવા કહ્યું. અરીહંતભાઈ માટે તો એક કલાક નો સમય વ્યસ્ત સમય-પત્રકમાંથી કાઢવો પણ ખુબ મુશ્કેલ હતો પણ લાડકી માટે તો આ સમય ફાળવવો ફરજીયાત રહ્યો.


બંને માતા-પિતા સમયસર પદવીદાન સમારોહમાં પહોચી ગયા. અરીમાં તેની કાગડોળે રાહ જોતી હતી. માતા-પિતા ને જોઈ ને તે ખુબ રાજી થઇ અને તેમને ભેટી પડી. પદવીદાન સમારોહ શરુ થયો અને અનેક પ્રાસંગિક વક્તવ્યો પછી વર્ષ ના અંતે શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન કરનાર અને સુવર્ણ પદક મેળવનારનું નામ જાહેર થયું. અને આ નામ અરીમાં નું હતું. અરીમાં દોડી ને પોતાની ટ્રોફી લેવા ગઈ અને પછી આવીને માતા-પિતા ના આશીર્વાદ લીધા. તાળીઓ ના ગડગડાટ થી સમગ્ર હોલ ગાજી ઉઠ્યો. અરીમાં ના માતા-પિતા ને પણ તેના પર ગર્વ થાય તેવી આ ક્ષણ હતી. આ તમામ વિધિ પતિ ગયા બાદ અરીમાં માતા-પિતા સાથે ડીનર હોલ માં પહોચી. બધાજ વિદ્યાર્થીઓ અને તેના માતા-પિતા અરીમાં ને અભિનંદન પાઠવતા હતા. અરીહંતભાઈ ની છાતી ગજ ગજ ફૂલતી હતી. જમતા- જમતા અરીમાં એ વાત- વાત માં કહી નાખ્યું,”પપ્પા , મેં આજે એક ફેસલો કર્યો છે. આજે જેને મારી સાથે યુનીવર્સિટી માં બીજો ક્રમાંક મળેલ છે તે મિતુલ ની હું તમને ઓળખાણ કરાવવા માંગું છું.” મિતુલ ને ઈશારો કરી ને અરીમાં એ બોલાવ્યો અને તે આવી ને અરીહંત ભાઈ અને રીમાબેન ને તુરંત પગે લાગ્યો. અરીહંત ભાઈ મુંજવણ માં હતા કે આ મિતુલ ની ઓળખાણ અરીમાં શું કામ કરાવતી હશે?

પછી અરીમાં એ આગળ કહ્યું, “મમ્મી અને ડેડી મિતુલ મારા વર્ગ માં જ કોલેજ માં ભણતો અને આ માસ્ટર ડીગ્રી દરમ્યાન અમે એકબીજાથી ખુબ પરિચિત થયા અને મિતુલ નું પહેલું ધ્યેય ભણવાનું હોવાથી તેણે મને પણ પ્રેરણા આપી અને આજે ફક્ત થોડા માર્ક્સ ના ફેર થી હું પ્રથમ અને તેણે બીજો નંબર મેળવ્યો છે. મિતુલ ને કેમ્પસ માં સૌથી સારી કંપની એ સિલેક્ટ કર્યો છે અને આવતા મહીને તે જોબ શરુ કરવા જઈ રહ્યો છે. મમ્મી અને ડેડી હું મિતુલ ને પસંદ કરું છું અને અમે એકબીજા ને સમજી શકીએ છીએ માટે અમે હવે તમારી મરજી અને આજ્ઞા સાથે અમે લગ્ન ના બંધન માં જોડાવા માંગીએ છીએ”. 


અરીહંતભાઈ ને આ વાત થી મન માં ધ્રાસ્કો થયો અને આઘાત સહન ન થતા તે સમારોહ છોડી અને રીમાબેન ની સાથે કઈ પણ કીધા વગર ચાલ્યા ગયા.ઘરે આવી ને અરીમાં ને રીમાબેન એ ખુબ સમજાવી કે આપણા પરિવાર ની પ્રતિષ્ઠા સમાજ માં ખુબ જ છે અને આવા સમયે તું એક સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબ માં લગ્ન કરે તે તારા પિતાજી ને બિલકુલ પસંદ નથી. અમે જે સુવિધાઓ તને પૂરી પાડી તે તને મિતુલ ના માધ્યમ વર્ગીય પરિવાર માં નહિ મળે. તારા પિતાજી અને મેં તારા લગ્ન ના ઘણા સપના જોયા છે અને અમે તારા લગ્ન ધામધૂમ થી એક સમકક્ષ પરિવાર માં કરવા માંગીએ છીએ પણ તે તારા માટે મિતુલ જેવા પાત્ર ને પસંદ કર્યો જેને હજી ખુબ સંઘર્ષ કરવો પડે તેમ છે અને આવી પરિસ્થિતિ માં અમે તને ત્યાં લગ્ન કરવાની અનુમતિ શી રીતે આપીએ?


અરીમાએ રીમાબેન ને ખુબ શાંતિ થી કહ્યું કે, “મમ્મી, જો મિતુલ ના કાંડા માં કૌવત હશે તો થોડા વર્ષો માં એ પણ આર્થિક રીતે સદ્ધર થઇ જશે, ત્યાં સુધી તેનો સાથ નિભાવવા હું તૈયાર છું અને જ્યાં સુધી તમે આજ્ઞા નહિ આપો અમે કોઈ ખોટું પગલું નહિ ભરીએ.”


અરીહંતભાઈ આ બધી વાતો ને સાંભળતા હતા, અને મન માં ગજબ ગડમથલ નો અનુભવ તેમને થતો હતો. પોતાની પુત્રી આવો અચાનક નિર્ણય લેશે તેની તેને કલ્પના નહતી. લગભગ આખી રાત અરીહંત ભાઈ અને રીમાંબેને વિમાસણ માં પસાર કરી અને સવાર પડતા જ તેણે અરીમાં ને કહ્યું, બેટા, તું મને મિતુલ ના પરિવાર સાથે મેળવી શકીશ? અરીમાં ની આંખ માં આંસુ ઉભરાય આવ્યા અને ક્ષણ નો પણ વિલંભ કર્યા વિના તેને મિતુલ ને ફોન કર્યો અને જણાવ્યું, હું અને મમ્મી – પપ્પા તારા ઘરે આવવા માંગીએ છીએ, તો ક્યારે આવીએ?

મિતુલે તરત જવાબ આપ્યો કે બસ, તમે જયારે ઈચ્છો ત્યારે મારું ઘર તમારી માટે કાયમ ખુલ્લું છે.”


અરીહંતભાઈ અને રીમાબેન તૈયાર થઈ ને મિતુલ ને ઘરે જવા રવાના થયા અને અરીમાં એ રસ્તામાં જણાવ્યું કે મિતુલ ના પિતા આ દુનિયામાં નથી અને માતા છે જેનું મિતુલ ખુબ સન્માન કરે છે. મિતુલ ના ઘરે તેઓ પહોચ્યા ત્યારે મિતુલ ના મમ્મી અધીરા થઇ ને તેનું સ્વાગત કરવા દોડ્યા અને ઘર માં આવકાર આપ્યો. એ પછી મિતુલ પોતે અરીહંતભાઈ અને રીમાબેનમાટે પાણી લઇ આવ્યો. અરીહંત ભાઈ ની નજર આજુ-બાજુ ફરતી હતી. ઘર સાવ સામાન્ય હતું. મિતુલ ની માતા એ પણ ખુબ કુનેહ થી તેને સજાવ્યું હતું. અચાનક અરીહંત ભાઈની નજર મિતુલ ના સ્વર્ગસ્થ પિતાજી ની છબી પર પડી. અરીહંતભાઈ તરત બેઠક પરથી ઉભા થઇ ગયા. અરીમાં ગભરાઈ ગઈ, અને પૂછ્યું, પપ્પા, શું થયું? શું વાત છે , કેમ ઉભા થઇ ગયા?


અરીહંત ભાઈ બોલ્યા,” આ છબી તો મારા મિત્ર શામજી ની છે, મિતુલ, શું તારા પિતા શામજીભાઈ હતા? મિતુલ એ હા પાડી . અરીહંત ભાઈ આ તસ્વીર જોઈ ને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. રીમાબેન તેને આશ્વાસન આપવા ઉભા થયા અને સૌ કોઈ આ બનાવ થી આશ્ચર્યચકિત થઇ ગયા. અરીહંત ભાઈ થોડા સ્વસ્થ થઈ ગયા પછી બોલ્યા, બેટા, અરીમાં આજે હું જે કઈ પણ છું એ મારા આ મિત્ર શામજી ને કારણે. હું તો સામાન્ય ગામડિયો ધોરણ દસ પાસ યુવાન હતો. પણ મારા મિત્ર શામજીને મારા પર વિશ્વાસ હતો કે શહેર જઈ ને હું ખુબ આગળ પ્રગતિ કરીશ. અમે બંને નાનપણ થી સાથે ઉછરેલા અને મારા ઘર માં મારા પિતાજી પાસે મને શહેર મોકલવા જેટલા પૈસા નહતા ત્યારે શામજી એ પોતાના ગળા નો સોના નો ચેન મને આપી ને કહ્યું, “જા દોસ્ત, હું તો આ ગામડામાં રહી ને કમાઈ લઈશ પણ તું હોશિયાર છે તો શહેર કિસ્મત અજમાવવા જરૂર જજે. આ મારી તને આર્થિક મદદ નથી પણ દોસ્ત નો પ્રેમ છે તેમ સમજી ને તું વિના સંકોચે જા.” ત્યારે મેં શામજી પાસેથી લીધેલો ચેન શહેર માં આવી તે વેચી ને તેમાંથી નાનકડો કારોબાર શરુ કર્યો અને દિવસો દિવસ તેમાં સફળતા મેળવતો ગયો. મારા લગ્ન રીમા સાથે થયા પછી અરીમાં સંતાન રૂપે પ્રાપ્ત થઇ બસ, જિંદગી માં શામજી એ કરેલી મદદ ને હું ભૂલી ગયો. હું એટલો મારા કારોબાર માં ખોવાય ગયો કે આજે બાવીસ વર્ષે મને શામજી યાદ આવ્યો.. સાચે, મારા જેવો નગુણો મિત્ર કોઈ નો નહિ હોય.” આવું કહી ને અરીહંતભાઈ ખુબ રડ્યા અને અરીમાં ને કીધું, બેટા, તારો આ બાપ ગામડિયા અરજણ માંથી અરીહંત બની ગયો એની સાથે પોતાના અતિ નિકટ ના સ્નેહી મિત્ર ને પણ ગુમાવી દીધો. 


મિતુલ તથા મિતુલ ના મમ્મી આ બધું સાંભળી રહ્યા હતા અને તેઓ ને પણ શામજીભાઈ એ આ વાત ક્યારેય કરી નહતી. શામજીભાઈ ના મૃત્યુ પછી ગામડાની જમીન વેચી તેઓ શહેર માં મિતુલ ના ભણતર માટે એક નાનકડા ઘર માં ભાડે રહેતા હતા અને મિતુલ પણ પાર્ટ-ટાઇમ કોચિંગ ક્લાસ માં જઈ ને ઘર નું ગુજરાન ચલાવતો હતો. રીમાબેન પણ આ વાત થી અજાણ હતા કારણ કે આ બધું તો તેમના લગ્ન પહેલા બન્યું હતું. અરીહંતભાઈ હવે થોડા સ્વસ્થ થયા એટલે તેણે જાહેર કર્યું,” દીકરા, મિતુલ હું રાજી ખુશી થી તને મારી અરીમાં જોડે લગ્નની અનુમતિ આપું છું. તારા પિતા શામજી નું ઋણ હું ત્યારે તો વાળી ના શક્યો પણ આજે કન્યાદાન કરી ને શામજી ના ઘર માં મારે મારી દીકરી ને સોપવી છે. બોલ, બેટા, અરીમાં ને સાચવીશ ને? મિતુલ અને અરીમાં ના ચહેરા પર લાલીમાં છવાઈ ગઈ અને જાણે અકલ્પનીય કઈક બન્યું હોય તેમ બંને ખુબ હસ્યા અને પછી અરીહંતભાઈ ને ભેટી પડ્યા. મિતુલ ના મમ્મી સૌ માટે મોઢું મીઠું કરાવવા ગોળ લઇ આવ્યા અને રીમાંબેને મિતુલ ને કુમકુમ તિલક કરી ભાવી જમાઈ તરીકે સ્વીકાર કર્યો. વિધાતા ના આ ખેલ જોઈ ને સૌ કોઈ મન માં મલકાઈ રહ્યું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational